Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ગિરનાર રોપ-વે નું ટિકિટ ભાડું ઘટાડાયું | ગિરનાર રોપ-વે જૂનાગઢ | Girnar Ropeway Junagadh

ગિરનાર રોપ-વે નું ટિકિટ ભાડું ઘટાડાયું | ગિરનાર રોપ-વે જૂનાગઢ | Girnar Ropeway Junagadh    • ગિરનાર રોપ-વે નું ટિકિટ ભાડું ઘટાડાયુ...   #ગિરનારરોપ-વે #ગિરનાર #Girnarropeway ગિરનાર રોપ-વે નું ટિકિટ ભાડું ઘટાડાયું ગિરનાર રોપ-વે જૂનાગઢ ગિરનાર રોપ-વે 👉સાપુતારા, અંબાજી અને પાવાગઢ કરતા પણ ગિરનાર રોપ-વેની સફર સૌથી મોંઘી થતા ભારે ઉહાપોહ થયો હતો. ગિરનારનો રોપ-વે લૂંટ વે બનતા વિરોધ કરવામાં આવ્યો હતો. હવે અનેક રજૂઆત અને વિરોધ બાદ ગિરનારના રોપ-વે ચાર્જિસમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. ભાડું ઓછું કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજૂઆત કરવામાં આવી હતી. 👉ત્યાર બાદ હવે નવા ભાડાની રકમનું એલાન કરવામાં આવ્યું છે. જે ઘટાડો કરવામાં આવ્યો છે એમાં GST ચાર્જ ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. ટિકિટના રેટ પર જે અલગથી 18 ટકા GST વસુલ કરવામાં આવતો હતો એ હવે ટિકિટની રકમમાં જ આવી જશે. નવી જાહેરાત અનુસાર પુખ્તવયના લોકો માટે ટિકિટનો દર રૂ.700 રહેશે. આ કિંમતમાં વ્યક્તિ ઉપર જઈને નીચે પરત ફરી શકશે. જ્યારે બાળકો માટે આવવા-જવા બંનેનો દર રૂ.350 રહેશે. આ પહેલા ટિકિના દર પર GST ચાર્જ અલગથી વસુલ કરવામાં આવતો હતો. ગિરનાર પર અંબાજી સુધીના ભાવ રૂ.708 હતા જે પછીથી રૂ.826 થવાના હતા. જ્યારે એક તરફી મુસાફરી માટે રૂ.400 ચૂકવવાના થશે. જોકે, કંપનીએ માત્ર રૂ.8 ઘટાડીને એક લોલીપોપ આપી છે. 👉આ ઉપરાંત પાંચ વર્ષ સુધીના કોઈ બાળકોની ટિકિટ લેવામાં નહીં આવે. પાંચથી દસ વર્ષ સુધીના બાળકો માટે ટિકિટ લેવી પડશે. 10વર્ષથી વધું ઉંમરના બાળકો માટે ફૂલ ટિકિટ લેવાની રહેશે. જ્યારે દિવ્યાંગ વ્યક્તિઓને ટિકિટમાં રાહત મળી રહેશે. આ માટે તેમણે પોતાનું ઓળખપત્ર દેખાડવું પડશે. ટિકિટ એક જ દિવસ પૂરતી માન્ય રહેશે. ટિકિટ લીધા બાદ ફરી રીફંડ નહીં મળે. અગાઉ બાળકોની ટિકિટ માટે રૂ.354 ચૂકવવાના થતા. જેમાંથી હવે માત્ર રૂ. 4 નો ફાયદો કંપનીએ કરાવ્યો છે. સાપુતારામાં રોપ-વેના ચાર્જિસ રૂ.62, અંબાજીમાં રૂ.118, પાવાગઢમાં રૂ.141 જ્યારે જૂનાગઢમાં રૂ.826 છે.

Comments